રાજધાની દિલ્હીમાં ફરી એક વખત હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના બવાના વિસ્તારમાં ચાર વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના બની છે. 45 વર્ષના એક વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. બાળકીને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે દિલ્હીની વાલ્મીકિ હોસ્ટપિટલમાં દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના કારણે સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલમાં તોડ-ફોડ પણ કરી હતી.
જોકે, પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં કરી લીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકી પોતાના ઘરથી થોડેક દૂર અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે એક વ્યક્તિ આ બાળકીને ખરાબ રીતે અડપલા કરી રહ્યો હતો. આ અંગેની જાણકારી પડોશમાં રહેતા એક વ્યક્તિએ બાળકીના માતા-પિતાને આપી હતી. ત્યારબાદ બાળકીના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.