નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન વચ્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની આર્થિક મુશ્કેલીઓ હળવા કરવા માટે રિઝર્વ બેંકે આજે (7 એપ્રિલ) મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, હવે રાજ્યો 14 દિવસને બદલે 21 દિવસ માટે ઓવરડ્રાફટ લઈ શકશે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.
રિઝર્વ બેંક દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશો હવે સતત 21 કાર્યકારી દિવસો માટે ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે. અગાઉ આ સુવિધા મહત્તમ 14 દિવસ માટે ઉપલબ્ધ હતી. રાજ્યોમાં રોકડ પ્રવાહના ગેરવ્યવસ્થાને પહોંચી વળવામાં મદદ કરવા માટે કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિ સામે લડવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
RBI permits greater space to State Governments/ Union Territories for availing overdraft facilitieshttps://t.co/IiYCNhwOIX
— ReserveBankOfIndia (@RBI) April 7, 2020
આ સાથે રિઝર્વ બેંકે રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ રાહત આપી છે. હવે તે એક ક્વાર્ટરમાં 50 કાર્યકારી દિવસો માટે ઓવરડ્રાફટની સુવિધા મેળવી શકે છે. પહેલાનાં રાજ્યો મહત્તમ 36 કાર્યકારી દિવસો સુધી આનો લાભ લેવામાં સક્ષમ હતા.