પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉપરેટિવ બેન્કના ગ્રાહકો હવે છ મહિનામાં ફક્ત એક હજાર રૂપિયા જ પોતાના ખાતામાંથી ઉપાડી શકશે. બંન્ક તરફથી આવો મેસેજ ગ્રાહકોને મોકલવામાં આવ્યો છે. સાથે જ બેન્કની બ્રાન્ચ બહાર પણ આ સૂચન લખવામાં આવ્યાં છે. તે બાદ મુંબઇમાં બેન્કની બ્રાન્ચ સામે જોરદાર હોબાલો શરૂ થઇ ગયો. મીડિયા રિપોર્ટસ અનુસાર, અનિયમિતતાના આરોપમાં ભારતીય રિઝર્વ બેન્કે મુંબઇ સ્થિત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેન્ત પર 6 મહિનાનો પ્રતિબંધ મુક્યો છે પરંતુ આરબીઆઇએ સ્પષ્ટ કહ્યું છે કે PMC બેન્કનું લાઇસન્સ રદ્દ નહી થાય.
આરબીઆઇ તરફથી આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે બેન્ક બેન્કિગં રેગ્યુલેશનની ધારા 35Aના સબ સેક્શન 1 અંતર્ગત બેન્ક પર નવી લોન આપવા અને બિઝનેસને લઇને સંપૂર્ણપણે રોક લગાવી દીધી છે. પીએમસી બેન્કની તમામ લેવડ દેવડ પર નજર રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. તેની અસર ખાતાધારકો પર પણ પડશે.
આ આદેશ અંતર્ગત કોઇપણ પૈસા જમા કરનાર પોતાના સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ કે અન્ય જમા ખાતામાંથી 1000 રૂપિયાથી વધુ રૂપિયા નહી ઉપાડી શકે. બેન્ક ગ્રાહકો પર નવી રાશિ જમા કરવા પર રોક લગાવવામાં આવી છે. ગ્રાહકો હવે નવી FD નહી કરાવી શકે. ખાતા ધારક 1000 રૂપિયાથી વધુની રકમ નહી ઉપાડી શકે. મીડિયા રિપોર્ટસ અનુસાર, બેન્ક પર અનેકવાર અનિયમિતતાનો આરોપ છે. બેન્ક ખરાબ કોર્પોરેટ ગવર્નન્સને લઇને પણ સવાલ ઉઠી ચુક્યા છે.