અત્યાર સુધી તમે ખિસ્સામાં 50 પૈસાથી લઈને 10 રૂપિયા સુધીના સિક્કા રાખ્યા હશે પણ ટૂંક સમયમાં તમારી પાસે 350 રૂપિયાનો સિક્કો પહોંચી શકે છે.
અસલમાં ભારતીય રિઝર્વ બેંક લિમિટેડ એડિશનમાં 350 રૂપિયાના સિક્કા બહાર પાડવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય બેંકે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડીને જાણકારી આપી છે. આગળ જાણો શું છે આ સિક્કાની ખાસિયત ભારતીય રિઝર્વ બેંક તરફથી રજૂ કરાયેલી નોટિફિકેશન અનુસાર, આ સિક્કો ગુરુ ગોવિંદસિંહના 350મા પ્રકાશોત્સવ પર બહાર પાડવામાં આવશે. RBIએ જણાવ્યું કે, સિક્કાને બનાવવા માટે ચાંદી, તાબુ અને ઝિંક વાપરવામાં આવશે. સિક્કાનો વ્યાસ 44 મિલીમીટર હશે. તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5 ટકા નિકલ અને એટલું જ ઝિંક હશે.
સિક્કાના સામેના ભાગ પર અશોક સ્તંભ હશે જેની નીચે સત્યમેવ જયતે લખેલું હશે. આ ઉપરાંત રૂપિયાનું ચિહ્ન અને વચ્ચે 350 રૂપિયા લખેલું હશે. સિક્કાની બંને બાજુએ દેવનાગરી લિપિમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા લખેલું હશે. પાછળના ભાગ પર પટના સ્થિત તખ્ત શ્રી હરિમંદિર સાહેબનું ચિત્ર હશે. અહીં ‘ગુરુ ગોવિંદ સિંહજીનો 350મો પ્રકાશોત્સવ’ લખેલું હશે. આની સાથે 1666-2016 પણ લખેલું જોવા મળશે. આ સિક્કાનું વજન 34.65થી 35.35 ગ્રામ જેટલું હશે. RBIએ અત્યારે એ સ્પષ્ટ નથી કર્યું કે, તે આ સિક્કા બજારમાં ક્યારે રજૂ કરશે, એ નક્કી છે કે, આ સિક્કા લિમિટેડ એડિશનમાં બહાર પાડવામાં આવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.