Reasi Bus Attack: જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર ગોળીબાર કર્યો હતો. આ પછી બસ બેકાબૂ થઈ ગઈ અને ખાઈમાં પડી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે.
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં થયેલા આતંકી હુમલાને લઈને શિવસેનાના નેતા સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, જ્યારે તેઓ શપથ લઈ રહ્યા હતા ત્યારે કાશ્મીરમાં 10 લોકો માર્યા ગયા હતા. તેમને જમ્મુ કાશ્મીર અને મણિપુરની ચિંતા નથી.