ભારતીય રેલવેએ પશ્ચિમ મધ્ય રેલવે હેઠળ સ્ટેશન માસ્ટરના પદો પર વેકેન્સી કાઢી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર પાસે અરજી કરવા માટે હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે. ઉમેદવાર 25 જુલાઈ સુધી પશ્ચિમ મધ્ય રેલવેની સત્તાવાર વેબસાઇટ wcr.indianrailways.gov.in પર જઇ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજીની શરૂઆત થવાની તારીખ – 26 જૂન, 2021
- અરજીની છેલ્લી તારીખ – 25 જુલાઈ, 2021
પદની વિગત
- જનરલ કેટેગરી માટે 18 પગ
- ઓબીસી કેટેગરી માટે 12 પદ
- એસસી કેટેગરી માટે 5 પદ
- એસટી કેટેગરી માટે 3 પદ
- સ્ટેશન માસ્ટરના કુલ પદ 38
વય મર્યાદા
સ્ટેશન માસ્ટરના પદો પર ભરતી માટે સામાન્ય ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઇએ. જ્યારે ઓબીસી કેટેગરી માટે 18થી 43 વર્ષ અને એસસી-અસટી માટે 18થી 45 વર્ષ વચ્ચે થવી જોઇએ.
શૈક્ષણિક યોગ્યતા
સ્ટેશન માસ્ટરના પદોની અરજી માટે ઉમેદવાર પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુશનની ડિગ્રી હોવી જોઇએ.