ભારતીય રીઝર્વ બેન્ક (RBI) એ ઘણા ખાલી પદને ભરવા માટેની જાહેરાત કરી છે. બૅન્કમાં નોકરી કરવાના ઈચ્છુક લોકો માટે આ ખૂબ જ સારી તક છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ડેટા એનાલિસ્ટ અને એકાઉન્ટ સ્પેશલિસ્ટ સહિત સહિત ઘણા પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહર કર્યુ છે. આ પદ પર 3 ઓગષ્ટથી ઓનલાઈન અરજી કરી શકાશે. રિઝર્વ બેન્કમાં નોકરી કરવાના ઈચ્છુક લોકો RBI સત્તાવાર વેબસાઈટ rbi.org.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. RBI Vacancy 2020 હેઠ નીકળેલી આ ભરતીઓ માટે ડેટા એનાલિસ્ટ, કંસલ્ટેન્ટ, એકાઉન્ટ સ્પેશલિસ્ટ સહિત કુલ 39 પદ પર નિયુક્તિ કરવામાં આવશે. બેન્કમાં નોકરી કરવાના ઈચ્છુત લોકો આ પદ માટે જલ્દીથી જલ્દી અપ્લાઈ કરે. RBIમાં નોકરી માટેના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પોસ્ટ્સ અનુસાર નક્કી કરવામાં આવી છે. તેમાં એકાઉન્ટ નિષ્ણાંતના પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે CAની ડિગ્રી હોવી આવશ્યક છે. RBIની વિવિધ પોસ્ટ્સ પર નીકળેલી આ ખાલી જગ્યાઓ માટે વયમર્યાદા પણ અલગથી નક્કી કરવામાં આવી છે. પોસ્ટ્સ અનુસાર, તેમના માટે લઘુત્તમ વય 25 વર્ષ અને મહત્તમ 40 વર્ષની વય નક્કી કરવામાં આવી છે. RBIમાં આ જગ્યાઓ માટેના ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને શોર્ટલિસ્ટ (સ્ક્રીનીંગ) ના આધારે કરવામાં આવશે.
યાદ રાખો
- આ દિવસથી શરૂ થશે ઓનલાઈન અરજીઃ 03 ઓગષ્ટ 2020
- ઓનલાઈન અરજી જમા કરવાની છેલ્લી તારીખઃ 22 ઓગષ્ટ 2020ના સાંજના 6 વાગ્યા સુધી