ઉત્તરાખંડના મદરેસાઓએ રાજય સરકારના એ આદેશને માનવાનો ઈનકાર કરી દીધો છે. જેમાં તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં નરેન્દ્ર મોદીની તસવીર લગાવવા માટે કહેવામાં આવ્યું હતું. પાછલા વર્ષે સ્વાતંત્રતા દિવસના થોડા દિવસો પછી રાજય સરકારે આ આદેશ જાહેર કર્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું, ‘તમામ શૈક્ષણિક સંસ્થામાં ૨૦૨૨ સુધી પીએમ મોદીના ન્યુ ઈન્ડિયા વિઝનને સાકાર કરવા માટે આ કામ કરવાની પ્રતિજ્ઞા લે. આ સિવાય પોતાના પરિસરમાં પીએમ મોદીની તસવીર લગાવો.’ ઉત્ત્।રાખંડ મદરેસા એજયુકેશન બોર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રાર હાજી અકલાખ અહેમદે કહ્યું, ‘આ આદેશ બાદ મદરેસાના અધિકારીઓએ બેઠક કરી અને ધાર્મિક કારણોથી મોદીની તસવીર ન લગાવવાનો નિર્ણય કર્યો.’ ‘તમામ મદરેસાના સભ્યોની બેઠકમાં કહેવામાં આવ્યું કે ઈસ્લામમાં કોઈ વ્યકિતની તસવીરને મદરેસામાં લગાવવું હરામ છે. આ માટે મોદીની તસવીરને લગાવવા પર કોઈ સવાલ જ નથી ઉઠતો.’ રાજય સરકાર તરફથી આ આદેશ જારી કરવાના થોડા દિવસ પછી લદ્યુમતિ કલ્યાણ વિભાગમાં પણ લદ્યુમતિ કલ્યાણ અધિકારીઓએ તેનું પાલન સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું. મદરેસાઓ તરફથી તસવીર ન લગાવાની વાત બાબતે પૂછવામાં આવ્યું તો દેહરાદુન જિલ્લા લઘુમતિ કલ્યાણ અધિકારી જેએસ રાવતે કહ્યું, કે તમામ સરકારી સંસ્થાઓએ આદેશ જાહેર કર્યો છે. પણ અમે કોઈને પણ તેમના ધર્મની વિરુદ્ઘમાં મનાવવા માટે ફરજ નથી પાડી શકતા.

Bhavnagar: Prime Minister Narendra Modi addressing a public meeting in Ghogha, Bhavnagar, Gujarat on Sunday. PTI Photo / PIB (PTI10_22_2017_000160A)