વિજળીના બિલ પર થતા વધુ પડતા ખર્ચને ઓછો કરવા અને સોલાર પેનલ થકી ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ફ્રી સોલર પેનલ યોજના શરૂ કરી છે. જેમા ખેડૂતોને પોતાના ખેતર અથવા ઘરના ધાબાને ખાનગી કંપનીઓને ભાડા પર ઉપલબ્ધ કરાવવાની રહેશે. તેના બદલે તેમને સારા એવા પૈસા પણ મળશે. જેનાથી તેમની આવક પણ ચાર ગણી થઈ જશે. એટલુ જ નહી આ યોજના હેઠળ સોલર પેનલ બિલકુલ ફ્રીમાં લગાવવામા આવશે. તેનાથી ઉત્પન્ન થનાર વિજળીને વેચી પણ શકાય છે. તો શું છે આ યોજના અને કેવી રીતે તમે તમારી કમાણીને વધારી શકશો આવો જાણીએ…
શું છે ફ્રી સોલર પેનલ યોજના?
આ યોજનામાં ખેડૂત પોતાના ખેતરના 1/3 ભાગને સોલર પેનલ લગાવવા માટે ભાડા પર આપી શકે છે. તેના બદલે ખાનગી કંપનીઓ તેમને 1 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી ભાડુ આપષે. આ યોજનામાં ખેડૂત 25 વર્ષ માટે કંપનીને પોતાના ખેતર ભાડા પર આપશે. આ દરમિયાન કંપની નિયમિત રૂપથી દર વર્ષે પૈસા આપશે. તો 25 વર્ષ પૂર્ણ થયા બાદ ખેડૂતોને કંપનીઓ 4 લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી આપશે. તેનાથી તેમની કમાણી ચારગણી થઈ જશે.
વિજળી વેંચીને પણ કરી શકે છે કમાણી
સોલર પેનલ યોજના એવા ખેડૂતો માટે પણ ફાયદાકારક છે જેમની જમીન બંજર અને સૂકી છે. તેઓ જમીન પર સોલર પેનલ લગાવી સૌર ઉર્જાથી વિજળી બનાવી શકે છે તથા વિવિધ સરકારી અને ગેર સરકારી વિજળી કંપનીઓને વેચીને દર મહિને પૈસા પણ કમાઈ શકે છે. એક મેગાવોટનો સોલર પ્લાનટ લગાવવામાં 6 એકર જમીનની જરૂરિયાત પડે છે. તેનાથી 13 લાખ યૂનિટ વિજળી પણ બનાવી શકાય છે. ખેડૂત તેને વેચીને સારો નફો પણ કમાઈ શકે છે. પ્રધાનમંત્રી સોલર પેનલ યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવી લાભ પણ લઈ શકો છો.
યોજનાના ફાયદા
- સોલર પેનલ યોજના હેઠળ ખાનગી કંપનીઓ ખેડૂકોને ભાડા તરીકે 1 લાખ રૂપિયા પ્રતિ એકર આપશે. તો 25માં વર્ષથી 1 એકર ખેતરનું ભાડુ 4 લાખ રૂપિયા થઈ જશે.
- સોલપ પેનલ લગાવવામાં ખેડૂતને કોઈ ખર્ચ કરવો પડશે નહી. પીપીપી મોડલ પર ખાનગી કંપનીઓ તેને પોતાના ખર્ચથી લગાવશે.
- સોલર પેનલ જમીનથી 3.5 મીટરની ઉંચાઈ પર લગાવવામાં આવશે. જેનાથી ખેડૂતોને ત્યાં ખેતી કરવામાં સમસ્યા આવશે નહી.
- 1 એકર જગ્યા આપવા પર ખેડૂતોને 1000 યૂનિટ ફ્રી વિજળી મળશે. સાથે જ જરૂરિયાતથી વધુ વિજળી પેદા થવા પર તેને કંપની અથવા સરકારને પણ વેચી શકે છે.