નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા એક્સિડેન્ટલ ડેથ એન્ડ સુસાઇડ ઈન ઇન્ડિયામાં 2018 માં કહેવામાં આવ્યું છે કે, ‘દારૂ પી ગાડી ચલાવનારાઓની સંખ્યામાં 5 ગણો વધારો જોવા મળી રહ્યો છે. કારણકે આ સંખ્યા 2017માં 51 લોકોના મોત થયા હતા અને 2018માં આ આંકડો 300 સુધી પહોંચી ગયો છે.’ ડ્રાઈ સ્ટેટ તરીકેની ઓળખ ધરાવતા ગુજરાતમાં અક્સમાતમાં થયેલા મોતના સંધર્ભમાં કેન્દ્ર સરકારના આંકડા જોવામાં આવે તો એક વર્ષમાં ડ્રાયવિંગ અન્ડર ઈંફ્લુઅંશનાં કારણે ગુજરાતમાં થનારા મોતની સંખ્યામાં ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2017માં આ રીતે દારૂ પી ગાડી ચલાવનાર 10 લોકોના મોત થયા હતા. જયારે 2018માં આજ સંખ્યા 122 ઉપર પહોંચી છે. રિપોર્ટ અનુસાર ખતરનાક અને લાપરવાહી સાથે ડ્રાઈવીંગ ઓવરટેકિંગના 2018માં 2,620 જેટલાં કેસ નોંધાયા હતા. આકસ્મિક મોતમાં 10.4% ટકા વધારો જોવા મળી રહ્યો છે. જેમાંથી 1,195 લોકોના મોત થયા હતા. જયારે 2017માં આવા કેસોની સંખ્યા 2,469 રહી હતી અને તેમાં 1,082 જેટલાં લોકોના મોત થયા હતા.
રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, 2018માં દારૂ પી ને ગાડી ચલાવી ગંભીર રીતે ઇજા પામનારાઓની સંખ્યામાં ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે. જયારે આ સંખ્યા 2017માં 67થી વધીને 2018માં 269 સુધી પહોંચી ગઈ છે.