Gallantry Awards List: પ્રજાસત્તાક દિવસ પર ગુજરાતના 11 પોલીસકર્મીઓને પ્રેસિડેન્ટ એવોર્ડ, અહીં જાણો સંપૂર્ણ યાદી
આ વર્ષે કુલ 942 જવાનોને શૌર્ય પુરસ્કારથી નવાજવામાં આવશે, જેમાં 95 વીરતા પદક, 101 વિશિષ્ટ સેવા ચંદ્રક અને 746 પ્રશંસનીય સેવા ચંદ્રકનો સમાવેશ થાય
ગુજરાતના 11 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે, જેમાં 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવશે
Gallantry Awards List: આવતીકાલે, 26 જાન્યુઆરીએ, સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી થશે. આ પર્વે વીરતા પુરસ્કારોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ વર્ષે કુલ 942 જવાનોને શૌર્ય પુરસ્કારથી નવાજવામાં આવશે, જેમાં પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ દ્વારા 95 જવાનોને વીરતા પદક, 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને પ્રશંસનીય સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં ગુજરાતના 11 પોલીસ અધિકારીઓ અને જવાનોના નામો પણ સામેલ છે, જેમાંથી 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે.
ગુજરાતના સન્માનિત જવાનોની યાદી:
બ્રજેશકુમાર ઝા (IPS): રાજકોટ શહેરના પોલીસ કમિશનર, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક.
દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા: ગાંધીનગર પોલીસ ભવનના નાયબ પોલીસ અધિક્ષક, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક.
નિલેશ જાજડીયા (IPS): જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક.
ચિરાગ કોરડીયા (IPS): કચ્છ-ભુજના સરહદી વિભાગના પોલીસ મહાનિરીક્ષક.
અશોકકુમાર પાંડોર: મહેસાણા સ્થિત રા.અ.પો.દળ જુથ-15ના હથિયારી નાયબ પોલીસ અધિક્ષક.
દેવદાસ બારડ: એકતાનગર, નર્મદાના રા.અ.પો.દળ જુથ-18ના હથિયારી નાયબ પોલીસ અધિક્ષક.
બાબુભાઇ પટેલ: એ.ટી.એસ. અમદાવાદના બિન હથિયારી સબ ઈન્સ્પેક્ટર.
હિરેનકુમાર વરણવા: જામનગરના હથિયારી એ.એસ.આઇ.
હેમાંગકુમાર મોદી: અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ.
મુકેશકુમાર નેગી: ગાંધીનગરની ઈન્ટેલિજન્સ શાખાના એ.આઈ.ઓ.
સુરેન્દ્રસિંહ યાદવ: ગાંધીનગર પોલીસ અધિક્ષક કચેરીના હથિયારી કોન્સ્ટેબલ.
આ પોલીસ અધિકારીઓ અને જવાનોના પ્રદાન અને દૃઢતા માટે તેમને દેશની સેવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ છે.