Republic Day Celebration: ટેબ્લો સ્પર્ધામાં ગુજરાતનો વિજય: ‘મણિયારા રાસ નૃત્ય’ બન્યું શ્રેષ્ઠ
76મા ગણતંત્ર દિનની ઉજવણી
સાંસ્કૃતિક સ્પર્ધામાં ગુજરાતના ‘મણિયારા રાસ નૃત્ય’ને ત્રીજો ક્રમ
Republic Day Celebration: 76મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે ભવ્ય રીતે યોજાવાની છે, જ્યાં વિવિધ રાજ્યો તેમના વૈવિધ્યપૂર્ણ થીમ આધારિત ટેબ્લો રજૂ કરશે. આ અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા 21મી જાન્યુઆરીએ દિલ્હીના “ઝંકાર હોલ” ખાતે આયોજિત થઈ હતી, જેમાં ગુજરાતે પોતાના પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ સાથે ત્રીજો ક્રમ હાંસલ કરી ગુજરાતીઓને ગૌરવાન્વિત કર્યું છે.
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આ સ્પર્ધામાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગોના કલાકારોએ ભાગ લીધો હતો. ગોવાના ટેબ્લોએ પ્રથમ સ્થાન મેળવ્યું, ઉત્તરાખંડે બીજું સ્થાન હાંસલ કર્યું, અને પશ્ચિમ બંગાળને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું.
ગુજરાતના કલાકારોએ પરંપરાગત ‘મણિયારા રાસ નૃત્ય’ દ્વારા શિસ્તબદ્ધ પ્રદર્શન કરી પ્રશંસા મેળવી. આ જીતને પ્રતીક રૂપે ટ્રોફી સ્વીકારીને સમગ્ર રાજ્ય માટે ગૌરવપત્ર બનાવી.
આ વિશિષ્ટ સ્પર્ધામાં ગુજરાતના આ પ્રદર્શનને દેશભરમાંથી વખાણ મળ્યા, જે રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને પરંપરાને ઉજાગર કરે છે.