18 વર્ષ પહેલા નારાજ થઈને ઘરેથી નીકળી મહંગી પ્રસાદ પર જ્યારે કોરોના કાલમાં લોકડાઉનની માર પડી તો તે મુંબઈથી ફરી પોતાના ઘરે આવી ગયા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો તેમના નસીબમાં માત્ર રડવાનું જ બચ્યું હતું. કારણ કે તેમના ઘરમાં ના તો મા મળી અને ના પત્ની જીવિત રહી. મહંગી પ્રસાદને ઘરે મળી એ દીકરી જેને તેઓ નાની ઉંમરમાં જ છોડીને ઘરેથી નીકળી પડ્યા હતા. પરંતુ હવે તેઓ કરી પણ શું શકવાના હતા, તેમના નસીબમાં તો માત્ર હવે રડવાનું જ બચ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તરકુલવા ક્ષેત્રના કૈથવલિયા ગામમાં રહેતા મહંગી પ્રસાદ 18 વર્ષ પહેલા કોઈક વાત પર પત્નીથી નારાજ થઈને મુંબઈ ચાલ્યા ગયા હતા. તે સમયે તેમની ઉંમર આશરે 40 વર્ષ હતી અને લગ્ન પણ થઈ ગયા હતા. ઘરમાં મા, પત્ની અને 3 નાની દીકરીઓને છોડીને મુંબઈ પહોંચેલા મહંગી પ્રસાદે રોજગાર માટે ઘણા નાના-મોટાં કામો કર્યા.
તે એક નાની ફેક્ટરીમાં વોચમેનનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ક્યારેય ઘર અને ગામ તરફ પાછું વળીને ના જોયું. ઘરના લોકોએ મહંગીની ખૂબ જ શોધખોળ કરી અને અંતે તેમને મૃત સમજીને સંતોષ માની લીધો. કોરોનાને કારણે લાગેલા લોકડાઉનમાં જ્યારે કામ-ધંધા ઠપ્પ થઈ ગયા ત્યારે થોડાં દિવસ ભૂખ્યા રહ્યા બાદ મહંગી પ્રસાદને ઘરની યાદ આવી. ત્યાંથી એક ટ્રકને 3500 રૂપિયા ભાડું આપીને તેઓ ગોરખપુર પહોંચ્યા અને પછી પગપાળા પોતાના ઘરે પહોંચ્યા. પિતાને મૃત સમજીને તેમને ભૂલી ગયેલી દીકરી અને જમાઈએ જ્યારે પિતા તેમજ સસરાને જીવિત જોયા તો તેમની ખુશીનો પાર ના રહ્યો. હવે મહંગી પ્રસાદ ગામમાં જ પોતાની દીકરીઓ સાથે બચેલું જીવન વિતાવશે. હાલ તેમની બીજી દીકરી મીરા અને જમાઈ દશરથ સાથે રહે છે.