Pahalgam Attack પહેલગામ હુમલાનો બદલો? PM સાથે સતત બેઠક પછી ભારતની જવાબી કાર્યવાહીની શક્યતા
Pahalgam Attack 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત પછી સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારત સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને પાકિસ્તાન સામે દબાણ વધારવાનું શરૂ કર્યું છે. પ્રથમ પગલાંરૂપે ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી, પાકિસ્તાનથી આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો અને વિઝા સહિત અનેક રાજદ્વારી સેવાઓ પાછી ખેંચી.
હમણાંજ, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ચર્ચા કરી. આ મુલાકાત એટલી મહત્વપૂર્ણ છે કે તે પહેલા પીએમ મોદીએ વાયુસેના અને નૌકાદળના વડાઓ સાથે પણ અલગથી મુલાકાતો કરી હતી. ભારતના ત્રણેય સેનાધ્યક્ષોને પહેલથી જ પાકિસ્તાન વિરુદ્ધ “સ્વતંત્ર પગલાં લેવા” માટે છૂટ આપવામાં આવી છે.
આ ઉપરાંત, વાયુસેના પ્રમુખ એપી સિંહે વડાપ્રધાનને ભારતીય વાયુસેનાની સંભવિત કાર્યવાહી અને તૈયારી અંગે વિગતો આપી હતી. તાજેતરમાં નૌકાદળના યુદ્ધજહાજોએ અરબી સમુદ્રમાં મિસાઇલ દાગી હતી, જે પણ ભારતની કડક હવાઈ અને સમુદ્રી તૈયારીનો ભાગ છે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ પણ પીએમ મોદીને સમુદ્રી રક્ષણ વ્યવસ્થાઓ વિશે માહિતી આપી હતી.
Defence Secretary Rajesh Kumar Singh is meeting Prime Minister Narendra Modi: Sources pic.twitter.com/p9rfyTdah9
— ANI (@ANI) May 5, 2025
ભારતના આ પગલાઓ બાદ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દબાણ વધી રહ્યું છે. સાથે જ LOC (લાઇન ઓફ કન્ટ્રોલ) પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ઉલ્લંઘનના પ્રયાસો થઈ રહ્યા છે, જેને ભારતીય સેના તાકાતભર્યો જવાબ આપી રહી છે.
જ્યાં સરકારના સ્તરે એક પછી એક ગંભીર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યાં એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારત હાલમાં કોઈ પણ સમયે જવાબી ફોજદારી કાર્યવાહી કરી શકે છે. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર વચ્ચે સતત ચાલતી બેઠકોએ એ સંકેત આપ્યો છે કે પહેલગામ હુમલો ભારત ખાલી ચુપચાપ નહિ છોડી.