બોલિવૂડ એક્ટર ઋષિ કપૂરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એના દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો લોકોને ખુબ હસાવી રહ્યો છે. ચોર અને મહિલાનો આ વીડિયો લોકો શેર કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે બરાબર થયું. દરેક ચોર સાથે આવું જ થવું જોઈએ.
મહિલા તરત જ પર્સ જૂંટવીને બે મીટર જેટલો દૂર ઘા કરે છે. તો ચોર લાલચમાં આવી જાય છે અને પર્સ લેવા માટે દોડે છે. એટલી વારમાં તો મહિલા ચોરનું બાઈક લઈને ભાગી જાય છે અને ચોર માછું ખંજવાળતો રહે છે.