ગણતંત્ર દિવસની પરેડમાં પ્રથમ વખત દેખાશે સ્વદેશી બનાવટનું હેલિકોપ્ટર રૂદ્ર. ભારતીય વાયુસેનાની શાન રૂદ્ર સંપુર્ણ પણે તૈયાર છે. પ્રથમ વખત તે દેશની સામે અાવશે.
સ્વદેશી બનાવટના હેલિકોપ્ટર રૂદ્રમાં બહુ બધી ખુબીઓ અાવેલી છે. દિવસ હોય કે રાતનો સમય દુશ્મનોના છક્કા છોડાવશે રૂદ્ર.અેરફોર્સની સાથે સાથે અાર્મીમાં પણ સામેલ થશે રૂદ્ર.હેલિકોપ્ટર રૂદ્રમાં કોઇ પણ મોસમ કે સિઝનમાં ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ દુશ્મનોને માત કરવાની ક્ષમતા રહેલી છે.
રૂદ્રની સૌથી મોટી ખાસિયત છે તેના પાયલોટની હેલ્મેટ પર લગાડેલી ગન.રૂદ્ર સિવાય ભારતીય વાયુસેનામાં 38 એરક્રાફ્ટ પણ સામેલ છે જેમાં 21 ફાઈટર 12 હેલિકોપ્ટર, 5 ટ્રાન્સપોર્ટરનો સમાવેશ થશે. ફ્લાઈ પાસમાં અેશિયાનો ધ્વજ લહેરાવી એમ અાઈ 7 હેલિકોપ્ટર પણ હશે.