રૂપકુંડ ઝીલ સમુદ્ર તળથી 5000 કીમી ઊંચાઇ પર આવેલું સરોવર છે. ઉત્તરાખંડના હિમાલયન ક્ષેત્રમાં આવેલ આ સરોવર કંકાલોવાળા સરોવર તરીકે પણ ઓળખાય છે. કારણકે તેની આસપાસ ઘણાં હાડપીંજર વિખેરાયેલ જોવા મળે છે.
આ સરોવર અંગે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. આ સરોવર સાપે જ નંદા દેવીનું મંદિર છે. મંદિરના દર્શન માટે એક રાજા-રાણી ગયાં, અને સાથે તેમનું લશ્કર પણ હતું. આખા રસ્તે બધા જ રાહ-રંગમાં ડૂબેલા હતા, જેનાથી ગુસ્સે થઈ દેવી વિજળી બની ત્રાટક્યાં અને ત્યાં જ બધાંનાં મૃત્યુ નીપજ્યાં.
તો કેટલાક લોકો એમ પણ કહે છે કે, આ દુષ્કાળના શિકાર બનેલ આર્મીના લોકોનાં હાડપિંજર છે, જેઓ બરફના તોફાનમાં ફસાઇ ગયા હતા. અહીંનાં 77 હાડપિંજરોનો ટેસ્ટ કરવામં આવ્યો, જેમાંથી કેટલાંકનું કાર્બન ડેટિંગ થયું. આ સરોવર જ્યાં છે ત્યાં આસપાસ લેન્ડ સ્લાઇડ બહુ થાય છે. અહીંના હાડપીંજરોમાંના કેટાલાક ભાગ લોકો ઉઠાવી ગયા છે.
રીસર્ચમાં એટલું જાણવા મળિયું છે કે, બધા જ હાડપીંજર અલગ-અલગ સમયનાં છે, જેમાં મહિલાઓ અને પુરૂષો બંનેનાં હાડપીંજરો છે. જેમાંથી મોટાભાગનાં લોકોનું મૃત્યુ સ્વસ્થાવસ્થા દરમિયાન જ થયું છે.
જેમાં મોતાભાગનાં હાડપીંજર ભારત અને આસપાસના દેશોના લોકોનાં છે. સાથે-એમ પણ જાણવા મળ્યું છે કે, આ હાડપીંજરો બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલ લોકોનાં છે. કેટલાંક હાડપીંજરમાં પડવાથૂ ફ્રેક્ચર, વાગવાના ઘા વગેરે જોવા મળ્યું છે.