નવી દિલ્હી : કોરોનાવાયરસ સામેની લડતમાં સરકારને આર્થિક રીતે મજબૂત બનાવનારા લોકોમાં ફક્ત ભારતીય જ નહીં વિદેશી લોકો પણ છે. રશિયન સરકારની મુખ્ય સંરક્ષણ નિકાસ સંસ્થા રોસોબોરોનએક્સ્પોર્ટ (Rosoboronexport)એ કોવિડ -19 કટોકટીને પહોંચી વળવા માટે સ્થાપિત પીએમ કેર્સ ફંડમાં 2 મિલિયન ડોલરનું દાન આપ્યું છે.
કંપનીના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારત પરંપરાગતરૂપે રોસોબોરોન એક્સ્પોર્ટનો મોટો ભાગીદાર દેશ રહ્યો છે. હવે આ મુશ્કેલ સમયમાં કંપની માનવતાવાદી હેતુ માટે મદદ કરી રહી છે. કંપની દ્વારા કોરોના સામે લડવા માટે 2 મિલિયન ડોલરની રકમ દાનમાં આપવામાં આવી છે. તે આ રોગચાળા સામે લડવામાં આપણી એકતા બતાવે છે.