S Jaishankar પાકિસ્તાનને ચેતવણી: વિદેશ મંત્રી જયશંકરે ઈરાન સામે સ્પષ્ટ રીતે જણાવ્યું – ‘ભયંકર હુમલો થશે’
S Jaishankar ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચી ભારતની મુલાકાતે આવ્યા. દિલ્હી ખાતે થયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, “તમે એવા સમયે આવ્યા છો જ્યારે આપણે પહેલગામના આતંકી હુમલાનો જવાબ આપી રહ્યા છીએ.”
જયશંકરે કહ્યું કે, 7 મેના રોજ ભારતે સરહદ પાર આતંકવાદી માળખા પર કાર્યવાહી કરી હતી અને વધુ ભયંકર હુમલાની ચેતવણી પણ આપી. તેમણે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલાની વિગતો ઈરાની સમકક્ષને આપી અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારતનો પ્રતિસાદ દૃઢ, ઠોસ અને અનિવાર્ય છે.