એક તરફ દેશમાં અમરનાથની યાત્રા ચાલી રહી છે અને બીજી તરફ આતંકીઓ સક્રિય જોવા મળી રહ્યા છે.આતંકી તમામ ગતિવિધિઓ સૈન્યા દ્રારા બાજ નજર રાખવામાં આવી રહી છે જમ્મુ-કાશ્મીરીમાંથી આતંકી ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યા છે
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે બે ભારે હથિયારોથી સજ્જ લશ્કર-એ-તૈયબા ના(LeT) આતંકવાદીઓને ગ્રામજનોએ પકડીને પોલીસને સુપરત કર્યા છે ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં રાજૌરી જિલ્લાના રહેવાસી લશ્કરના કમાન્ડર તાલિબ હુસૈન અને પુલવામા જિલ્લાના ફૈઝલ અહેમદ ડારનો સમાવેશ થાય છે. આ બંને તુકસણ ગામમાં ઝડપાયા હતા. ફૈઝલ તાજેતરમાં થયેલા IED વિસ્ફોટોનો માસ્ટરમાઇન્ડ હતો.
આ અંગે અધિકારી વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે તેમની પાસેથી બે AK – 47 રાઈફલ, સાત ગ્રેનેડ અને એક પિસ્તોલ મળી આવી છે. પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે ગ્રામજનોને તેમની બહાદુરી બદલ 2 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ બહાદુર ગ્રામીણો માટે 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.