સેમસંગે માર્કેટમાં સૌથી મોંઘુ ટીવી ઉતાર્યુ છે. સેમસંગે માઈક્રો એલઈડી ડિસપ્લે ધ વોલની લાંબી રેંજ રજૂ કરી છે. ધ વોલ સીરીઝ હેઠળ કંપનીએ ત્રણ સ્ક્રીન સાઈઝ અને રેશ્યો સાઈઝનાં ટીવી લોન્ચ કર્યા છે. સીરીઝનું પહેલું ટીવી 146 ઈંચ(370.8સેમી) છે. જે 4K હાઈ ડેફિનેશન વાળુ હશે. જ્યારે બીજુ ટીવી 6 હજાર હાઈ ડેફિનેશનવાળું 219 ઈંચ (556 સેમી)નું હશે. જ્યારે ત્રીજું ટીવી 292 ઇંચનું 8 હજાર ડેફિનેશન વાળું હશે. વોલ સિરિઝના ટીવી 0.8 પિક્સલ પિચ ટેક્નોલોજીની સાથે આવે છે.
આ ટીવીની આ છે ખાસિયતો
ડિસપ્લે ડેપ્થ 30 એમએમથી ઓછું છે. આ બધા જ ટીવી એઆઈ પિક્ચર એન્હાન્સમેન્ટ, હાઈ બ્રાઈટનેસ અને હાઈ કોન્ટ્રાસ્ટની સાથે આવે છે.વોલ માઈક્રો એસઈડી ડિસપ્લે AI અપસ્કેલિંગ ક્વોટંમ એચડીઆર ટેક્નોલોજીની સાથે આવે છે. જેની સૌથી વધારે બ્રાઈટનેસ 2000 નિટ્સ અને 120 Hz વીડિયો રેટ છે.વોલ સીરીઝના ટીવીની કિંમત 3.5 કરોડ રૂપિયાથી લઈને 12 કરોડ રૂપિયા (ટેક્સને છોડીને) છે. તેનું વેચાણ 5 ડિસેમ્બરથી શરૂ થઈ ગયુ છે.
મિલેનિયલ અને બિલેનિયલ પર હશે કંપનીનો ટાર્ગેટ
સેમસંગનાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ મુજબ વર્ષ 2020 માટે 25થી 30 યુનિટ વેચાણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યુ છે. આવતા વર્ષે 2021માં આ લક્ષ્ય 100 યુનિટનું છે. આ રીતે કંપનીએ વર્ષ 2022 સુધીમાં કુલ 200 યુનિટનું વેચાણનું લક્ષ્ય રાખ્યુ છે. દેશમાં લગભગ 140 બિલેનિયર છે અને 950 મલ્ટી બિલેનિયર છે, એવામાં કંપની બિલેનિયરને ટાર્ગેટ કરશે.