દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની તરફથી મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જો તમારું અકાઉન્ટ પણ એસબીઆઈમાં છે તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. એસબીઆઈ પ્લાસ્ટિક ડેબિટ કાર્ડને બંધ કરવાની યોજના પર કામ કરી રહી છે. એસબીઆઈનો પ્લાન છે કે આવનાર સમયમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસને પ્રોત્સિાહત કરવામાં આવે.
3 કરોડ ક્રેડિટ કાર્ડ ધારકો
એસબીઆઈ બેંકની ડેબિટ કાર્ડ વિ ડ્રો કરવાની યોજના છે. બેંકને વિશ્વાસ છે કે આ યોજનામાં સફળતા મળશે. ધીમે ધીમે ડેબિટ કાર્ડ કામ કરવાનું બંધ કરશે. ત્યારબાદ માત્ર ડિજિટલ પેમેન્ટ સર્વિસ કામ કરશે. અત્યારે દેશમાં 90 કરોડ ડેબિટ કાર્ડ ધારકો અને 3 કરોડ ક્રેડિટ કાર્ડ ધારકો છે.
‘YONO’દ્વારા ATMમાંથી પૈસા નીકળશે
બેંકના ફેરફાક બાદ તમે ડિજિટલ પેમેન્ટ ગેટવે ‘YONO’ દ્વારા પૈસા નીકાળી શકશો. તેનાથી દેશને ડેબિટ કાર્ડ ફ્રી બનાવવામાં મદદ મળશે. એસબીઆઈના જણાવ્યા પ્રમાણે, તમે યોનો દ્વારા ATMમાંથી રોકડ નીકાળવાની સાથે ખરીદી પણ કરી શકશો. બેંકની તરફથી 68,000 યોનો કેશપોઈન્ટને સ્થાપિત કરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુધી તેની સંખ્યા વધીને 10 લાખ કરવાનો પ્લાન છે.
માર્ચમાં શરૂ થઈ યોનો કેશ સર્વિસ
ઉલ્લેખનીય છે કે, એસબીઆઈ દ્વારા માર્ચ 2019માં યોનો કેશ સર્વિસ શરૂ કરવામાં આવી છે. તેનાથી તમે ડેબિટ કાર્ડ વગર પણ એટીએમમાંથી પૈસા નીકાળી શકો છો. તે સરળ હોવાની સાથે સુરક્ષિત પણ છે. શરૂઆતમાં આ સુવિધા 16,500 એટીએમમાં ઉપલબ્ધ હતી, ધીમે ધીમે બેંક દ્વારા આ સુવિધા માટે તમામ એટીએમને અપગ્રે઼ડ કરવામાં આવી રહ્યા છે.