જે યુવાનો બેંકમાં નોકરી કરવાનું સપનું જોયું હોય તેઓ ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઇમાં અરજી કરી શકે છે. એસબીઆઇ દ્વારા ‘ડેપ્યુટી મેનેજર(સિક્યોરીટી) અને ‘ફાયર ઓફિસર’ની જગ્ય માટે અરજી મંગાવામાં આવી છે. જે આ પદ માટે અરજી કરવા ઇચ્છતા હોય તેમના માટે અહીં જાણકારી આપવામાં આવી છે.
જગ્યા : કુલ સંખ્યા 48
ડેપ્યુટી મેનેજર (સિકયોરીટી) – 27
ફાયર ઓફિસર – 21
યોગ્યતા :
ડેપ્યુટી મેનેજર (સિક્યોરીટી) – ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટિી-સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવો જરૂરી
ફાયર ઓફિસર – ઉમેદવાર પાસે નેશનલ ફાયર સર્વિસ કોલેજ(એનએફએસસી), નાગપુરથી બીઇ(ફાયર) થયેલ હોવો જોઇએ અથવા કોઇપણ માન્યતા પ્રાપ્તસંસ્થામાંથી બી.ટેક. (સેફટી અને ફાયર એન્જિનીયરીંગ) થયેલ હોવો જોઇએ અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી (એઆઇસીટીઇ)માંથી એપ્રૂવ્ડ સંસ્થામાંથી બીટેક(ફાયર ટેકનોલોજી અથવા સેફટી એન્જીનિયરીંગ) માં થયેલ હોવો જોઇએ.
અરજી માટેની ફી : જનરલ-ઓબીસી ઉમેદવાર માટે 600 જ્યારે એસસી-એસટી ઉમેદવારો માટે 100 રૂપિયા
ઉંમર :
ડેપ્યુટી મેનેજર (સિક્યોરીટ) ઓછામાં ઓછી 28 અને વધારેમાં વધારે 40 વર્ષ
ફાયર ઓફિસર – ઓછામાં ઓછી 32 અને વધારેમાં વધારે 62 વર્ષ
પગાર : 31,705 થી 45,950 રૂપિયા
કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુંના આધારે કરાશે
જોબ લોકેશન : પસંદગી પામેલ ઉમેદવારને દેશના કોઇપણ શહેરમાં એસબીઆઇની બ્રાન્ચમાં નોકરી મળશે.
કેવી રીતે કરશો અરજી :
– સૌથી પહેલા એસબીઆઇની આધિકારીક વેબસાઇટ પર જાઓ
– sbi.co.in/careers પર જવું.
– પછી Reruitment of Specialist Cadre Officers(Regular/Contractual) પર જઇ ક્લિક કરવું.
– પોતાનું નામ રજીસ્ટ્રેશન કરવું.
– તમારી બધી વિગત સબમીટ કરવી.
– ત્યાર બાદ ફી ભરવી
– ભવિષ્ય માટે આ વિગતની એક પ્રિન્ટ પોતાની પાસે રાખવી