દેશમાં આજે પ્રદૂષણ એક પડકાર બની ગયો છે. આ મુશ્કેલીનો સામનો કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો તમે પણ આ સમસ્યાથી ચિંતિત છો અને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ભારતીય સ્ટેટ બેંક (SBI)આમાં તમારી મદદ કરી શકે છે. SBI ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ગ્રીન કાર લોન આપી રહી છે. આ લોન ખૂબ આકર્ષક સુવિધાઓ સાથે આપવામાં આવી રહી છે. ફક્ત 21 થી 67 વર્ષની વયના લોકો જ ગ્રીન કાર લોન મેળવી શકે છે. આ લોન ભરપાઈ કરવામાં ત્રણ થી 8 વર્ષનો સમય લાગે છે. વાહનની ઓન-રોડ કિંમતના 90 ટકા સુધીની લોન મળી શકે છે. ભારતીય સ્ટેટ બેંક ગ્રીન કાર લોન દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પણ પ્રોત્સાહન આપી રહી છે. ઇલેક્ટ્રિક કારની ખરીદી પર, સામાન્ય કાર લોન કરતા 20 બેસિસ પોઇન્ટ ઓછા વ્યાજ દર પર લોન આપવામાં આવી રહી છે. દેશમાં ક્યાંય પણ ગ્રીન કાર ખરીદવા પર આ છૂટ આપવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સેના અને પેરા મિલિટ્રી દળના જવાનો અને સંરક્ષણ ઉપક્રમે કર્મચારીઓને વાર્ષિક 3 લાખથી વધુ આવક હોય તો તેઓ આ લોન મેળવી શકે છે. તમે આ લોન માસિક પગારના 48 ગણી સુધી મેળવી શકો છો. Professionals, self-employed, businessmen,પ્રોપરાઇટર શિપ અથવા ભાગીદારી કંપનીઓ તેમના ચોખ્ખા નફા અથવા કરપાત્ર આવકના 4 ગણી સુધી લોન મેળવી શકે છે. વાર્ષિક ઓછામાં ઓછી 3 લાખ આવક હોવી જરૂરી છે. કૃષિ કાર્યમાં રોકાયેલ વ્યક્તિ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે તેમની વાર્ષિક આવકના ત્રણ ગણી સુધીની લોન મેળવી શકે છે. આ માટે 4 લાખથી વધુ પગાર લેવાની શરત નક્કી કરવામાં આવી છે.