સુપ્રિમ કોર્ટએ અજ્ય મિશ્રાની જામીન કર્યા રદ
સુપ્રિમ કોર્ટે આલહાબાદ હાઇકોર્ટની કાઢી હતી આકરી ઝાટકણી
કુષિકાયદા વિરોધ પ્રદર્શન દરમિયાન લખીમપુર ખીરીમાં વિરોધ કરેલા ખેડૂતો પર કાર ચડાવી કચડી નાખાવાના ગુનામાં મુખ્ય આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષે આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આશિષને એક સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
SC એ પણ કહ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષને સાંભળ્યો નથી. એફઆઈઆર, પીડિતાના પરિવારની બાજુ અને અન્ય તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આશિષના જામીન તાત્કાલિક રદ કરવામાં આવ્યા હતા.પિડિત પરિવારે સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજી સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આશિષ મિશ્રાએ 26 એપ્રિલ પહેલા આત્મસમર્પણ કરવું પડશે. બે મહિના પહેલા આલહાબાદ કોર્ટનો નિર્ણય આશિષ મિશ્રાની તરફેણમાં આવ્યો હતો, પરંતુ હવે બે મહિના પછી અચાનક દ્રશ્ય બદલાઈ ગયું છે. જેના અલાહાબાદ હાઇકોર્ટ જામીની પર મુક્ત કરવાના લઇ સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટની આકારી ઝાટકણી કાઢી હતી.