તિલક લગાવવો દરેક લોકોને પસંદ હોય છે અને પૂજા સમયે કે બાદમાં તિલક લગાવવાની પરંપરા ઘણા સમયથી ચાલતી આવી છે એવામાં દર સમયે પૂજા ખતમ થયા બાદ ઘણા લોકો તિલક લગાવે છે અને પોતાને ધન્ય માને છે. એવામાં તિલક લગાવવાથી અનેક ફાયદા પણ થાય છેઅને તેને લગાવવાથી કેટલાક ફાયદાઓ પણ થાય છે. તિલક તમારા તન જ નહીં તમારા મનનો વિકાસ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે.
તિલક લગાવવાના ફાયદા:
– કહેવાય છે કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિત્વ પર ખૂબ સકારાત્મક અસર પડે છે અને આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. તેની સાથે જ આ મનોવૈજ્ઞાનિક રીતથી પ્રમાણિત માનવામાં આવે છે.
– કહેવામાં આવે છે જે લોકો માથા પર રોજ તિલક લગાવે છે તેમનું મન અને મગજ બન્ને શાંત રહે છે અને તેના ચહેાર પર તમને એક શાંત ભાવ નજરે પડે છે. તેની સાથે આ શારીરિક રીતથી પણ સ્વસ્થ રહે છે.
– કહેવાય છે માથા પર તિલક લગાવવાથી મગજમાં સેરાટોનિન અને બીટા એન્ડોર્ફિનનો સ્ત્રાવ સંતુલિત થાય છે અને આજ કારણ છે કે આવા લોકો ઉદાસ અને તણાવ જેવી સમસ્યા થતી નથી. તેની સાથે જ આ સ્ત્રાવને સંતુલનના કારણે માથાના દુખાવા જેવી સમસ્યા પણ દૂર થઇ જાય છે.
– માનવામાં આવે છે કે હળદરનો તિલક જો કપાળ પર લગાવવામાં આવે તો તેનાથી ત્વચાથી જોડાયેલી સમસ્યા થતી નથી કારણકે હળદર એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ હોય છે અને ધાર્મિક દ્રષ્ટિથી તિલક લગાવવાથી પાપથી મુક્તિ મળે છે. તો સાયન્ટિફિક તે મનને શાંત કરીને ઠંડક પ્રદાન કરનારું માનવામાં આવે છે. કહેવાય છે. તેને માથા પર લગાવવથી માનસિક થાક દૂર થાય છે.
– કહેવાય છે જ્યોતિષમાં ચંદનનો તિલક લગાવવાથી ગ્રહોને શાંતિ મળે છે અને એવી માન્યતા છે કે ચંદનનો તિલક લગાવનારનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે સાથે જ તે વ્યક્તિ સૌભાગ્યશાળી હોય છે.