યુપીના કુશીનગરમાં એક સરકારી અધિકારીએ અડધી રાતે મંદિર ખોલાવીને તાબડ તોબ લગ્ન કર્યા હોવાનો કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે. યુપીના સરકારી અધિકારી દિનેશ કુમાર પહેલા ખડ્ડા નામના જિલ્લામાં એસડીએમ હતા.આ દરમિયાન તેઓ ચાર વર્ષથી એક યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.એક મહિના પહેલા દિનેશ કુમારની ખડ્ડાથી હાપુડમાં બદલી થઈ હતી.તેમની સાથે રહેનાર યુવતી રેણુ પણ પાછળ પાછળ તેમની નવી ઓફિસ સુધી પહોંચી હતી.
સમજાવવાની કોશિશ કરાઈ પણ…
એવુ કહેવાય છે કે, યુવતીએ દિનેશ કુમારના ઉપરી અધિકારી એટલે કે કલેક્ટરને પોતાના સબંધોની જાણકારી આપીને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવતીને સમજાવવાની કોશિશ કરાઈ હતી પણ તે નહી માનતા આખરે રાતના આઠ વાગ્યે મેરેજ રજિસ્ટર કરવા માટેની કચેરી ખોલાવવામાં આવી હતી.
તાત્કાલિક ગોર મહારાજની વ્યવસ્થા કરાવવામાં આવી
એ પછી રાતે બાર વાગ્યે ગાયત્રી મંદિરને ખોલાવીને તાત્કાલિક ગોર મહારાજની વ્યવસ્થા કરાવવામાં આવી હતી.દિનેશ કુમારના લગ્નના સાક્ષી તરીકે બીજા બે સકરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. તંત્રે તો મામલો છાનો રાખવાની કોશિશ કરી જ હતી પણ સવાર સુધીમાં તો સોશ્યલ મીડિયા પર દિનેશ કુમાર અને રેણુના લગ્નનો મામલો વાયરલ થઈ ગયો હતો. જોકે હજી પણ દિનેશ કુમારની સાથેના અધિકારીઓ આ મામલા પર કશું પણ કહેવાનુ ટાળી રહ્યા છે.