Lal Krishna Advani: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. આ પછી તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અડવાણીને ઉંમર સંબંધિત તકલીફો બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલકૃષ્ણ અડવાણીને એમ્સના જેરિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબો તેની તપાસ કરી રહ્યા છે. અડવાણીની તબિયત બગડ્યા પછી, નજીકથી દેખરેખ રાખવા માટે સાવચેતીના પગલા તરીકે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જો કે, તેમના સ્વાસ્થ્ય અંગેનું લેટેસ્ટ અપડેટ હજુ સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારત સરકાર દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.