માંગમાં ઘટાડો થતા દેશની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઘેરા સંકટમાંથી પસાર થઇ રહી છે. દિગ્ગજ કાર કંપનીઓને પોતાના ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. સ્પેર પાર્ટ્સ બનાવતી કંપનીઓએ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકોની છટણી શરૂ કરી દીધી છે. એક અંદાજ મુજબ, લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે. મોટા ભાગની કંપનીઓએ નવા કર્મચારીના હાયરિંગ પર પણ રોક લગાવી છે.
એક રિપોર્ટ મુજબ, બેન્ક, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ઓટો ઉત્પાદકોથી લઇને લોજિસ્ટિક અને ઇન્ફરાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ નવી નોકરીઓના સર્જનમાં ઘટાડો થયો છે. નવી નોકરીઓની હાયરિંગમાં ઘટાડો થતા અર્થવ્યવસ્થાના અનેક સેક્ટર પ્રભાવિત થયા છે. તાજેતરના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સરકારી આંકડા મુજબ, દેશમાં બેરોજગારીનો દર 45 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.
એક સ્ટડી મુજબ, બેન્ક, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ઓટો ઉત્પાદકોથી લઇને લોજિસ્ટિક અને ઇન્ફરાસ્ટ્રક્ચર સેક્ટરમાં નવી નોકરીઓના સર્જનમાં ઘટાડો થયો છે. સારા સમાચાર માત્ર સર્વિસ સેક્ટર સાથે સંલગ્ન છે, જ્યાં નોકરીઓમાં સારો ગ્રોથ દેખાઇ રહ્યો છે. અર્થવ્યસ્થા માટે સર્વિસ સેક્ટરને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.