Shaina Qureshi on PM Modi શાયના કુરેશીની પીએમ મોદી માટે પ્રશંસા: ‘મોદીજીના ચહેરાની ચમક કોઈને સામાન્ય નહીં લાગે’
Shaina Qureshi on PM Modi ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વખાણોની લહેર વચ્ચે કર્નલ સોફિયા કુરેશીની બહેન શાયના કુરેશીએ પીએમ મોદીને મળ્યાનો અનુભવ જાહેર
કર્યો છે. વડોદરામાં પીએમ મોદીના રોડ શોમાં તેઓ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં દેશભક્તિના ભાવો ઉદ્ભવ્યા હોવાનું જણાવ્યું.
શાયનાએ કહ્યું કે પીએમ મોદીને મળવી એ માત્ર એક પ્રસંગ નથી, તે એક ગૌરવની ક્ષણ છે. “મોદીજીના ચહેરા પર જે તેજ અને ચમક છે તે કંઈક અલગ છે. જે કોઈ તેમને જુએ છે, તેઓ પોતે જ અનુભવ કરી શકે છે કે એ નેતૃત્વમાં કઈક ખાસ છે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતાં કહ્યું કે આ પ્રકારની ચોકસાઈથી અને સતત સંયમ જાળવીને લેવાયેલા નિર્ણયો દરેકને શક્ય નથી. “મોદીજી જેવા નેતા જ આવા નિર્ણય લઈ શકે — જ્યારે દેશભક્તિ, નેતૃત્વ અને માનવતા એકસાથે કામ કરે,” એમ શાયનાએ ઉમેર્યું.
શાયનાએ પીએમ મોદીના મહિલા સશક્તિકરણના પ્રયત્નોની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે “મહિલાઓને આગળ લાવવાનું કામ વડાપ્રધાને જે રીતે કર્યું છે, તે દેશના ભવિષ્ય માટે આશાજનક છે.”
પીએમ મોદીના આગમન દરમિયાનનો વાતાવરણ પણ તેમણે શ્રદ્ધાભાવથી વર્ણવ્યો. “જ્યારે મોદીજી અહીં આવ્યા, ત્યારે લોકોની અંદરથી દેશભક્તિ ઉમટી પડી. એ ક્ષણ શબદોમાં વર્ણવી શકાય એમ નથી.”
શાયનાએ પોતાની બહેન કર્નલ સોફિયા કુરેશી પર ગર્વ વ્યક્ત કર્યો. તેઓએ જણાવ્યું કે “અમે જોડિયા બહેનો છીએ અને હું ગર્વ અનુભવું છું કે લોકો મને ‘કર્નલ સોફિયા કુરેશીની બહેન’ કહે છે. હું પણ સેનામાં જોડાવા માંગતી હતી, પરંતુ તે શક્ય ન બન્યું.”
આ પ્રસંગે કરેલાં તેમના પ્રતિભાવોમાંથી સ્પષ્ટ થાય છે કે તેઓ માત્ર એક બહેન તરીકે નહિ, પણ એક દેશપ્રેમી નાગરિક તરીકે પણ પીએમ મોદીના કાર્યને ઊંડા માને છે.