તમિળનાડુના કાંચીપુરમ સ્થિત કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું 82 વર્ષની ઉમરે લાંબી માંદગી બાદ નિધન થયુ છે. શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી લાંબા સમયથી બીમાર હતા.તેમને ગયા મહિને શ્વાસ લેવામાં તકલીફ પટતી હતી.બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારથી શંકરાચાર્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી કામાકોઠી પીઠમાં હિન્દુના 69મા શંકરાચાર્ય હતા.ગયા વર્ષે શંકરાચાર્ય નવેમ્બરમાં દિલ્હી આવ્યા હતા.