પ્રીમયમ ટ્રેન શતાબ્દીમાં હવે ટ્રેનની મુસાફરી પહેલા કરતા સસ્તી થઈ શકે છે. રેલવેના જણાવ્યા અનુસાર, પ્રીમયમ શતાબ્દી ટ્રેનના એવા સેકશન જયાં પેસેન્જર ઓછા છે, ત્યાં રિસોર્સિસનો પુરો ઉપયોગ કરવા માટે ભાડું ઓછું કરવાની તૈયારી છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડિપાર્ટમેન્ટે એવી 25 શતાબ્દી ટ્રેનને સિલેકટ કરી છે, જેનું ભાડું ઓછું કરવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું કે રેલવે આ પ્રપોઝલ પર ઝડપથી વિચાર કરી રહ્યું છે. રેલવે સમગ્ર દેશમાં લગભગ 45 શતાબ્દી ટ્રેન ચલાવે છે અને આ સૌથી ઝડપથી ચાલનારી ટ્રેનોમાંથી એક છે.
રેલવેની પાસે આ પ્રપોઝલ એવા સમયમાં આવ્યું છે કે જયારે ફલેકસી ફેસ સ્કીમની ટીકા કરવામાં આવી રહી છે. આ મામલામાં સામાન્ય વિવાદ એ છે કે ફલેકસી સ્કીમ અંતર્ગત શતાબ્દી, રાજધાની અને દુરંતો ટ્રેનના ભાડમાં વધારો થયો છે.