ઉત્તરાખંડના ટિહરી જીલ્લાના દુવાકોટી ગામની સીતા દેવીએ સાબિત કરી બતાવ્યું છે. સીતા દેવી માંડ 10 ધોરણ સુધી જ ભણ્યા છે, પણ તેમની લગન અને સૂઝબૂઝથી આજે તેમણે લોકો ‘કિવિ ક્વીન’ કહે છે. તેમણે કીવીનું અઢળક ઉત્પાદન કરીને પોતાના ગામમાં અન્ય ખેડૂતોને પણ નવી રાહ બતાવી છે. ત્રણ વર્ષ પહેલાં સીતાદેવી તેમનાં ખેતરમાં બટાકા અને ટામેટાની ખેતી કરતા હતા, પણ જંગલી પશુઓ અને વાંદરાઓ તેમનો બધો પાક સાફ કરી જતા હતા. બધો પાક આ રોતે નકામો જતા એક સમય માટે તો સીતાદેવીએ કહેતો કરવાનો વિચાર જ માંડી વળ્યો હતો. તેમના પતિ રાજેન્દ્ર પણ તેને ખેતી ન કરવાની જ સલાહ આપી રહ્યો હતો. પણ તે સમયે ઉદ્યાન વિભાગે તેમને કિવિની ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા, તેમણે એ પણ કહ્યું કે વાંદરાઓ કિવિને કોઈ નુકસાન કરતા નથી. સીતાદેવીએ કિવિની ખેતીની સંપૂર્ણ માહિતી ભેગી કરી. તેમણે હિમાચલ પ્રદેશમાં ટ્રેનિંગ લીધી અને ઓર્ગેનિક ખેતીનું વાવેતર શરુ કરી દીધું.
ગામમાં ઘણા લોકોએ સીતાની મજાક ઉડાવી, અને તેનો આત્મવિશ્વાસ તોડવાના પ્રયત્નો પણ કર્યા. ઘણા લોકોનું કહેવું હતું કે, કિવિ તો વિદેશી ફળ છે. તેની ખેતી આપણા દેશમાં ન થાય. અહી લોકો સામાન્ય પાક ઉગાડી શકતા નથી તો આ વિદેશી ફળ તો કેવી રીતે ટકશે ! સીતાએ આ બધામાં ધ્યાન ન આપ્યું અને પોતાની ટ્રેનિંગ પર જ ફોકસ કર્યો. સીતાદેવીએ પોતાની રીતે મહેનત કરવાનું ચાલુ રાખ્યું અને ક્યારેય પાછું વળીને જોયું નથી. સીતાદેવી માત્ર 10 ધોરણ સુધી જ ભણેલા છે પણ તેઓ કમાણી કોઈ ડિગ્રી ધરાવતા વ્યક્તિ કરતાં પણ વધારે કરે છે. તે નાનપણથી ભણીગણીને સારું કામ કરવાનું સપનું જોતી હતી, પણ 19 વર્ષે લગ્ન થઇ જતા ભણવાનું અટકી ગયું. સીતાદેવીને કિવિની રાણી બનવાના સફરમાં તેમના પતિ અને બાળકોમો ફુલ સપોર્ટ મળ્યો છે. ભવિષ્યમાં પણ તેઓ આનાથી વધારે સફળતાના શિખરો ઓળંગવા માટે તૈયાર છે.