મહારાષ્ટ્રમાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલા રાજ્કીય ડ્રામાનો ગતરોજ અંત આવ્યો છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્રવઠાકરે રાજભવન ખાતે પહોંચી રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યો હતો જેને લઇ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન આગામી દિવોસમાં જોવા મળી રહ્યો છે. આખી પ્રક્રિયામાં સત્તા ઉથલાવ માટે ભાજપનો ષડયંત્ર હોવાનો વિપક્ષી પાર્ટીઓના રાજ્કીય નેતાઓ નિવેદન આપી રહ્યા છે. તે વચ્ચે મહારાષ્ટ્રમાં રાજ્કીય ઉથલપાથલ પર શિવસેના સંસાદ અને પ્રવક્તા સંજય રાઉત ધૂંઆપૂઆ જોવા મળી રહ્યા છે તેમણે વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કરી પોતાની હૈયાવરાળ ઠાલવી હતી તેમણે કહ્યુ કે આમારા એ જ અમારી સાથે વિશ્વવાસઘાત કર્યુ છે અમારા લોકોએ જ દગોખોરી કરી છે.
અમારા લોકો એ જ અમારા પીઠ પર ખંજર ઘોપ્યુ છે તેમણે વધુમાં કહ્યુ કે અમે સત્તા માટે પેદા નથી થયા સત્તા અમારા માટે પેદા થઇ છે અમે ફરી ઉભા થઇશું લડીશું અને બાળાસાહેબ ઠાકરેની નામે દગો આપતા લોકોને બાતવીશું.