ગઈ કાલે સીમા પાસે અાવેલ નૌશેરા વિસ્તારમાં પાકિસ્તાની ફાઈરિંગ અને નાના મિસાઇલો દ્વારા હુમલો કરી ભારતીય સૈન્યના 23 વર્ષીય કેપ્ટન કપિલ કુંદુ સહિત 4 સૈનિકો શહીદ થયા હતા.
પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘનની ઘટના પછી કેન્દ્ર સરકારની સહયોગી શિવસેના દ્વારા પણ કટાક્ષ કરવામાં અાવ્યો છે કે પાકની અાવી નાપાક હરકત સામે ભારત કેમ ચુપ છે શુ ભારતે દેખાવો કરવા માટે જ મિસાઈલ રાખ્યા છે.ફક્ત 15 ઓગસ્ટ અને 26 જાન્યુઅારી જેવા રાષ્ટ્રીય તહેવારો પર જ પ્રદર્શન કરવા જ ભારત હથિયારો રાખે છે.
આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘન મુદ્દાઓ પર વિપક્ષ નેશનલ કોન્ફરન્સ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં અાવ્યો છે.કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન હંસરાજ અહિર પણ આ હુમલાની નિંદા કરી હતી અને કહ્યું છે કે પાકિસ્તાનને અા માટે માફ કરી શકાશે નહી.પાકિસ્તાનને સબક શિખવાડવાનો હવે સમય પાકી ગયો છે.
કૅપ્ટન સહિત 4 ભારતીય સૈનિકોની શહાદત પર જમ્મુ-કશ્મીરના સી.એમ. મહેબુબ મુફ્તીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.