કર્ણાટકમાં કૉંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. એક તો પેટા ચૂંટણીમાં પાર્ટીને હાર મળી છે. તો પાર્ટીની હાર બાદ કૉંગ્રેસ ધારાસભ્ય દળનાં નેતા સિદ્ધારમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ તેમણે નેતા વિપક્ષનાં પદથી પણ રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે 15 સીટો પર થયેલી પેટા ચૂંટણીમાં જ્યાં બીજેપી 12 સીટો જીતવા તરફ છે, તો કૉંગ્રેસનાં ખાતામાં ફક્ત 2 સીટો જ જતી જોવા મળી રહી છે. જ્યારે ગત ચૂંટણીમાં આમાંથી 12 સીટો પર કૉંગ્રેસનો કબજો હતો.
સોનિયા ગાંધીને આપ્યું રાજીનામુ