નવી દિલ્હી: આવકવેરા વિભાગે કરદાતાઓને એસએમએસ સુવિધા થકી આધાર નંબરને પાન કાર્ડ સાથે લિંક અપ કરવા માટે કહ્યું છે. જેથી એસએમએસ સુવિધા થકી આધારને પાન કાર્ડ સાથે જોડી શકાશે.
આધારને પાન કાર્ડ સાથે જોડવા શું કરવું?
- કોઈ વ્યક્તિએ પોતાના ફોનમાં કેપિટલ અક્ષરમાં UIDPN ટાઈપ કરવાનું રહેશે
- એક સ્પેસ બાદ આધાર નંબર અને ત્યારબાદ પાન નંબર લખવાનો રહેશે. (UIDPN આધાર નંબર પાન નંબર)
- આ SMSને 567678 અથવા 56161 નંબર પર મોકલવાનો રહેશે.
- આ સિવાય આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઈટ પર જઈને પણ લિંક અપ કરી શકાશે.
નોંધનીય છે કે સરકારના અધિનિયમ અનુસાર 2017 અંતર્ગત પાન અને આધાર કાર્ડને જોડવું અનિવાર્ય છે. જુલાઇ 2017 પછી આ નિયમ લાગુ પડશે. સરકારે રિટર્ન દાખલ કરવા માટે પાન કાર્ડની સાથે સાથે આધાર નંબર પણ ફરજિયાત કરી દીધો છે.