નવી દિલ્હી: જો દિલ્હીમાં તમારું ઘર હોય તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે, તમે ઉનાળામાં આવતા મોટા વીજળી બિલથી ચિંતિત હોય તો હવે તમે સોલર પેનલ્સ દ્વારા ઘરે વીજળીની જરૂરિયાત પૂર્ણ કરી શકો છો. દિલ્હી સરકારના મંત્રીમંડળે ઘરગથ્થુ ઉપયોગ માટે સૌર ઊર્જાને પ્રોત્સાહાનઆપવાના હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગ્રાહકોને સૌર પેનલ્સ લગાવવામાં કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડશે નહીં.
યોજના અંતર્ગત રેસકો મોડલ હેઠળ સૌર પેનલ્સ લગાવવા માટે હાઉસિંગ સોસાયટી અને કોઈપણ વ્યક્તિને પોતાના ઘરના છાપરા ઉપલબ્ધ કરાવવાના રહેશે. હાઉસિંગ સોસાયટીમાં સૌર પેનલ્સ લગાવવા માટે કોઈ પૈસાની જરૂર પડશે નહીં. સોલાર પેનલ્સ લગાવવાનો ખર્ચ કંપની જ ઉઠાવશે
સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ માટે દિલ્હી સરકાર, સેવા પ્રદાતા અને સંબંધિત રહેણાંક સોસાયટી વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવશે. દિલ્હી સરકાર 2016-17 થી 2018-19 સુધી ત્રણ વર્ષ માટે સૌર ઉર્જા ઉત્પાદન પર પ્રતિ યુનિટ 2 રૂપિયા અને ઉત્પાદનના આધારે પ્રોત્સાહન આપે છે. તેનું વિતરણ વાર્ષિક આધારે વિદ્યુત વિતરણ કંપનીઓને કરવામાં આવે છે.
અત્યાર સુધી, દિલ્હીમાં આશરે 100 મેગાવોટની ક્ષમતાવાળા સૌર પાવર પેનલની સ્થાપના કરવામાં આવી છે. તેમાંના મોટા ભાગના દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન, દિલ્હી જલ બોર્ડ, મંડળી જેલ, આઝાદપુર મંડી અને દ્વારકા કોર્ટ જેવા સરકારી મકાનોમાં લગાવવામાં આવી છે. સરકારે કહ્યું હતું કે, તે સ્થાનિક ક્ષેત્રમાં અંદાજે પાંચ મેગાવોટ છે. આઠ-દસ રહેણાંક સોસાયટી તેમજજ કેટલાક ખાનગી ગ્રાહકોએ પણ સૌર ઊર્જા પેનલ્સ લગાવી છે.