Somnath Express: સોમનાથ એક્સપ્રેસમાં બોમ્બ હોવાનો દાવો કરતો કોલ પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. સોમનાથ એક્સપ્રેસ જમ્મુ તાવી અને રાજસ્થાનમાં ભગત કી કોઠી વચ્ચે દોડે છે.
જમ્મુ અને રાજસ્થાન વચ્ચે ચાલતી Somnath Express ટ્રેનમાં મંગળવારે
(30 જુલાઈ)ના રોજ બોમ્બ હોવાની માહિતી મળી હતી. જે બાદ આ ટ્રેન લગભગ છ કલાક રોકાઈ હતી. પોલીસને એક અનામી કોલ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રેનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
બોમ્બની માહિતી મળ્યા બાદ, આ ટ્રેનને સવારે 7.42 વાગ્યે કાસુ બેગુ રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને કોલ કર્યા પછી, તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, જે પાછળથી અફવા સાબિત થઈ હતી.
બાદમાં, પંજાબ પોલીસ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પછી,
પશ્ચિમ બંગાળ પોલીસે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં નકલી કોલરને પકડ્યો. સોમનાથ એક્સપ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ તાવી અને રાજસ્થાનમાં ભગત કી કોઠી વચ્ચે ચાલે છે. પોલીસ કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોમનાથ એક્સપ્રેસમાં બોમ્બ છે.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સૌમ્ય મિશ્રાએ કહ્યું કે તરત જ,
ફિરોઝપુરથી લગભગ 10 કિમી દૂર કાસુ બેગુ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી. તેમણે કહ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. બાદમાં પોલીસે આ કામગીરી માટે ડોગ સ્કવોડની ચાર ટીમો તૈનાત કરી હતી.
આ સાથે મોગા અને ફરિદકોટ સહિતના પડોશી જિલ્લાઓમાંથી પોલીસની ટીમોને
પણ સર્ચ ઓપરેશન માટે બોલાવવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ સર્ચ ઓપરેશનમાં મદદ માટે બોલાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પણ ત્યાં તૈનાત છે. અધિકારીઓએ જણાવ્યું કે વ્યાપક કામગીરીના કારણે ટ્રેનને કાસુ બેગુ રેલવે સ્ટેશન પર લગભગ છ કલાક સુધી રોકી દેવામાં આવી હતી.
આ પછી, વિવિધ સુરક્ષા એજન્સીઓની સુરક્ષા મંજૂરી બાદ, ટ્રેન બપોરે 1.55 વાગ્યે રવાના થઈ. ગ્રામજનોએ NGO અને પોલીસની મદદથી સવારે 8 વાગ્યાથી મુસાફરોને ચા અને ભોજન પીરસ્યું હતું. ટ્રેન બંધ થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.