કોરોના વાઇરસને લીધે આખા દેશમાં હાલ લોકડાઉન છે. લોકડાઉનની વચ્ચે ઘણા પ્રવાસી શ્રમિકો પોતાના વતન તરફ નીકળી રહ્યા છે. આ શ્રમિકોને ઘરે પહોચાડવા માટે સરકાર ટ્રેન અને બસની વ્યવસ્થા કરી રહી છે. હાલ એક મા-દીકરાનો પોતાને ઘરે જતો એક હ્રદય કંપી જાય તેવો ફોટા સામે આવ્યા છે. વારાણસી શહેરમાં શેર શિંહ નામનો યુવક પોતાની માતાને સાઇકલની પાછળ ફ્રુટ બાસ્કેટમાં બેસાડીને નેપાળ તરફ જવા માટે રવાના થયો છે. આટલા આકરા તાપમાં સાઈકલ પર માતાને લઇ જઈ રહેલા શેર સિંહને લોકો કોરોના ટાઇમનો ‘શ્રવણકુમાર’ કહી રહ્યા છે. શેર સિંહે લોકોને શ્રવણ યાદ કરાવ્યો, જેણે અંધ માતા-પિતાનો વજન પોતાના ખભા પર ઉંચકીને તેમને તીર્થયાત્રા કરાવી હતી અને આ શ્રવણ પોતાની માતા ને સાઇકલ પર લઈને ગામ જવા રવાના થયો છે. શેર સિંહ પટના શહેરમાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેની પત્ની અને બાળકો નેપાળમાં છે. શેર સિંહની માતા યશોદા તેની સાથે જ રહેતી હતી. લોકડાઉન દરમિયાન માતાને ઘરે જવું હતું આથી દીકરો તેમને સાઇકલ પર લઈને ઘરે જવા ઉપડી પડ્યો છે.