દક્ષિણ કોરિયાની ફેમસ પૉપ સ્ટાર અને એક્ટ્રેસ સુલ્લી તેના ઘરમાં જ મૃત અવસ્થામાં મળી આવી છે, દક્ષિણ સિયોલમાં સોમવાતે 25 વર્ષિય સ્ટારની લાશ મળતાં આખા દેશમાં ચર્ચાનો વિષય ઊભો થયો છે. સુલ્લીના મૃત્યુના સમાચાર ત્યારે બહાર આવ્યા, જ્યારે તેની મેનેજર તેના ઘરે ગઈ. મેનેજરે સુલ્લીને એક કલાકમાં સંખ્યાબંધ વાર ફોન કર્યા પરંતુ કઈંજ જવાબ ન મળતાં તે તેના ઘરે ગઈ. જ્યાં તેને સુલ્લીને મૃત અવસ્થામાં જોઈ.
હજી સુધી પોલીસને સુલ્લીના મૃત્યુના કારણ કે કોઇપણ પ્રકારના ષડયંત્ર અંગે કોઇ માહિતી મળી નથી. સુલ્લીનું ઓફિશિયલ નામ ચોઇ જિન-રી છે. 2009માં તેણે સિંગિંગમાં કરિયરની શરૂઆત ગર્લ બેંડ “f(x)” થી કરી હતી. ત્યારબાદ સુલ્લીએ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું હતું.
ઈંસ્ટાગ્રામ પર સુલ્લીના 5 મિલિયન ફોલોઅર્સ છે. તેના મૃત્યુના સમાચારથી ફેન્સ એકદમ શૉક્ડ છે, ટ્વિટર પર #Sulli સાથે લોકો શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં છે, આ સાથે જ આ હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ‘નો બ્રા’ કેમ્પેનના કારણે તે વિવાદોમાં ઘેરાઇ હતી. આ કેમ્પેનને સપોર્ટ કરતાં તેણે મે 2016માં ઈંસ્ટાગ્રામમાં એક બ્રાલેસ તસવીર પોસ્ટ કરી હતી.