દિલ્હીથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના વિમાનનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પ્લેનને કરાચીમાં લેન્ડ કરવું પડ્યું હતું. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. સ્પાઈસ જેટના આ પ્લેનમાં 150થી વધુ મુસાફરો સવાર હતા. આ તમામને કરાચી એરપોર્ટના લોન્જમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
એરક્રાફ્ટમાં રહેલી ખામીઓની એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ટેક્નિકલ ખામીઓ સુધાર્યા બાદ જ તે ટેક ઓફ કરશે. ઉડ્ડયન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એન્જિનિયરો પાસેથી ક્લિયરન્સ રિપોર્ટ મળ્યા બાદ જ ફ્લાઈટને આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવશે.