Starlink ભારતમાં સ્ટારલિંકને મોટી મંજૂરી: હવે સેટેલાઇટ ઇન્ટરનેટની નવી શરૂઆત
Starlink લાઇસન્સ આપનાર સંસ્થા: IN-SPACe (Indian National Space Promotion and Authorization Center) એ સ્ટારલિંકને સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે લાઇસન્સ આપ્યું છે.
કેટલાં સમય માટે લાઇસન્સ મળ્યું?
5 વર્ષ માટે.
કેવી રીતે સેવા આપશે?
સ્ટારલિંક ભારતભરમાં Low Earth Orbit (LEO) સેટેલાઇટ્સ દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ પહોંચાડશે.
હાલમાં શું શરૂ થશે?
ફિલહાલ, કોમર્શિયલ સેવા તરત શરૂ નહિ થાય. સ્પેક્ટ્રમ ફાળવણીની પ્રક્રિયા બાકી છે, જેના પૂરાં થયા પછી સેવાઓ શરુ થશે.
યુનિક ફીચર:
સ્ટારલિંકની ટેકનોલોજી દ્વારા નેટવર્ક ન હોવા છતાં કોલિંગ અને ઇન્ટરનેટ બંને શક્ય બનશે — ખાસ કરીને આપત્તિ સમયે અથવા પર્વતીય વિસ્તારોમાં.
મુકાબલો કોના સાથે?
- Jio Satellite Communications
- Airtel backed OneWeb
- Ananth Technologies
શું થશે તેનો ભારત પર પ્રભાવ?
- દૂરસ્થ વિસ્તારોમાં ઇન્ટરનેટ:
જ્યાં આજ સુધી કેબલ અથવા મોબાઇલ ટાવર પહોંચ્યા નથી, ત્યાં પણ હવે બ્રોડબેન્ડ ઉપલબ્ધ થઈ શકે છે. - શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારો:
ટેલીમેડિસિન, ઓનલાઈન શિક્ષણ, ડિજિટલ સરકારી સેવાઓ વધુ વિસ્તારી શકાય. - ટેલિકોમ સ્પર્ધા વધી શકે છે:
પરંપરાગત ISP અને મોબાઇલ નેટવર્ક્સ માટે એક નવી સ્પર્ધા ઊભી થશે.