ડીએમકે ઘ્વારા કાવેરી જળ વિવાદ પર સમગ્ર રાજ્યને બંધ કરવાની જાહેરાત કરી છે. ડીએમકેના નેતા એમ. કે. સ્ટાલિન, બંધ કરવાની જાહેરાત કરતી વખતે ટેકો આપવા માટે શાસક પક્ષ એઆઇએડીએમકેને અપીલ કરી છે. સ્ટાલિને કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અહીં આવ્યા ત્યારે તેઓ તેમને કાળા વાવટા ફરકાવી વિરોધ કરશે.
સ્ટાલિન ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે એઆઇએડીએમકે આખો દિવસ ભાજપ સરકારને ખુશ કરવામાં લાગી છે. મુખ્યમંત્રી એ ભાજપાના હિતમાં કામ કરવાનું બંધ કરવું જોઈએ. સ્ટાલિન આ મુદ્દે કોંગ્રેસ અને વીસીકે નેતાઓ સાથે મળીને વેલુવર કુંટમમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.