એક મહિલાએ પોતાની ઓળખ સાર્વજનિક કરતા ખુલાસો કર્યો છે કે, કેવી રીતે તેનો સાવકો પિતા તેના પર બળાત્કાર ગુજારતો હતો અને તેની માતા આ બધુ જાણતા હોવા છતા ઘટના થવા દેતી હતી. યૌન હિંસાની શરૂઆત ત્યારે જ થઇ ગઇ હતી જ્યારે ઇંગ્લેન્ડના મિલ્ટન કિનસમાં રહેતી પિડીતા માત્ર 9 વર્ષની હતી. યૌન અપરાધો માટે આ વર્ષે 44 વર્ષના સાવકા પિતા એનોકી એન્ડ્રૂને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર હવે 28 વર્ષની થઇ ગયેલી મહિલા રચેલ ગ્રેએ કહ્યું છે કે, તેની સાથે 7 વર્ષ સુધી શોષણ થતું રહ્યું. આ દરમિયાન તે ત્રણ વખત ગર્ભવતી બની ગઇ અને ગર્ભપાત કરાવો પડ્યો. આશ્ચર્યની વાત છે કે, રચેલની માતાએ પોતામી પુત્રીને ખોટી અને એટેંશન સીકર ગણાવવાની કોશિશ કરી.
રચેલની માતાને પણ કોર્ટે બાળકો સાથે હિંસાના આરોપમાં 5 વર્ષની જેલની સજા સંભળાવી. સાવકા પિતા અને માતાને સજા સંભળાવ્યા બાદ રચેલએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું-બંને લોકો હવે જેલના સળીયાની પાછળ છે જેથી હવે હું સુરક્ષિત અનુભવી રહી છું. પરંતુ રચેલએ કહ્યું કે તે પોતાની માતાથી મળેલા દગાથી ક્યારેય બહાર નહી આવી શકે. તે ઇચ્છે છે કે અન્ય સર્વાઇવર પણ તેવું સમજે કે તેમને પણ ન્યાય મળી શકે છે.
રચેલે જણાવ્યું કે, જ્યારે તે 4 વર્ષની હતી ત્યારે તેના પતિ તેની માતાથી અલગ થઇ ગયા હતા. વર્ષ 2000માં તેની માતાએ એનોકી નામના વ્યક્તિ સાથે ડેટ પર જવાનું શરૂ કર્યું. એનોકીને મળી તે ખુબ જ ખુશ થઇ ગઇ. મહિના બાદ એનોકી અને રચેલે સગાઇ કરી લીધી પરંતુ લગ્નનાં ઠીક એક અઠવાડિયા પહેલા એનોકી રચેલનું યૌન શોષણ કરવા લાગ્યો.