મંગળવારે અસ્થિર ટ્રેડિંગમાં, BSE સેન્સેક્સ 152.12 પોઈન્ટ વધીને 65,780.26 પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. મંગળવારે અસ્થિર ટ્રેડિંગમાં, BSE સેન્સેક્સ 152.12 પોઈન્ટ વધીને 65,780.26 પર બંધ થયો હતો. એ જ રીતે NSE નિફ્ટી પણ 46.10 પોઈન્ટ વધીને 19,574.90 પોઈન્ટ પર પહોંચ્યો હતો. મોટી કંપનીઓ ઉપરાંત મિડ અને સ્મોલ કેપ શેર્સમાં જબરદસ્ત ઉછાળાને કારણે BSEનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 316 લાખ કરોડને પાર કરી ગયું હતું. તમને જણાવી દઈએ કે આ સાથે BSE લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી વધીને 3,16,71,327.78 કરોડ રૂપિયા થઈ ગઈ છે. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીનું આ સર્વોચ્ચ સ્તર છે.