અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીને એક સાથે બે સફળતા મળી છે. અદાણી $100 બિલિયન ક્લબમાં સામેલ થઈ ગયા છે. મુકેશ અંબાણી પછી અદાણી બીજા ભારતીય અબજોપતિ છે જેમણે આ સફળતા હાંસલ કરી છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિ $100 બિલિયન સુધી પહોંચી ગઈ છે અને તેઓ વિશ્વના 10 અબજપતિઓની યાદીમાં સામેલ છે. અદાણીની સંપત્તિમાં એક દિવસ અગાઉની સરખામણીમાં $2.44 બિલિયનનો વધારો થયો છે.
મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી $99 બિલિયનની સંપત્તિ ધરાવે છે અને ટોપ 10 અમીરોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. મુકેશ અંબાણીની રેન્કિંગ 11મું છે.
ટોપ 10માં કોણ છે: ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોચ પર છે. મસ્કની કુલ સંપત્તિ $273 બિલિયન છે. તે જ સમયે, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ બીજા સ્થાને છે. જેફ બેઝોસની કુલ સંપત્તિ 188 અબજ ડોલર છે. બર્નાર્ડ આર્નોલ્ટ ત્રીજા સ્થાને છે.