મગદલ્લા રોડ પર ગુરૃવારે વહેલી સવારે અજાણ્યા વ્યકિતને અજાણ્યા વાહનચાકલે અડફેટમાં લઇને અંદાજીત 20 ફુટ જેટલો ઘસડી જતા ગંભીર ઇજા થતા અજાણ્યાનું મોત થયુ હતું. બાદમાં તેના મૃતદેહ પરથી પણ કેટલાક વાહનો પસાર થઇ જતા શરીરના અંગો છુટા પડી ગયા હતાં. નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મગદલ્લા રોડ પર કોડીયાક હોટલ નજીકના રોડ પર ગુરૃવારે વહેલી સવારે પુરપાટ અને ગફલત રીતે હંકારતા અજાણ્યાવાહન ચાલકે એક અજાણ્યા વ્યકિતને અડફેટે લઇને 15 થી 20 ફુટ સુધી ઘસડી જતા ગંભીર ઇજાને લીધે તેનું મોત થયું હતું.
ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો
વહેલી સવારે ત્યાં ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો. તેવા સમયે તેના મૃતદેહ પરથી અન્ય વાહનો પસાર થતા તે વ્યકિતના શરીરના હાથ, પગ સહિત વિવિધ અંગો છુટા પડી ગયા હતા અને વેર વિખેર પડેલા હતા. આ અંગે ઇચ્છાપોર પોલીસ મથકમાં જાણ કરતા પી.એસ.આઇ એલ.જી દેસાઇ પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે દ્રશ્ય જોઇને તે પણ હતપ્રભ થઇ ગયા હતા. તેમણે તુરંત એક્તા ટ્રસ્ટને જાણ કરી સભ્યોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. અને એક સાઇડનો રોડ બંધ કરાયો હતો.
વેરવિખેર અંગોને એકત્ર કરીને નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમમાં ખસેડયા
એક્તા ટ્રસ્ટે વેરવિખેર અંગોને એકત્ર કરીને નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમમાં ખસેડયા હતા. અજાણ્યા શખ્સનું માથું સહિતના તમામ અંગે કચડાઇ ગયેલા હોવાથી તેની અંદાજીત ઉંમરનો પણ અંદાજ હાલમાં આવી શક્યો નથી. જોકે, પોલીસે તેની ઓળખ માટે કવાયત શરૃ કરી છે.