દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ પોતાના કર્મચારીઓ માટે મોટા સમાચાર આપ્યા છે. એરલાઈન્સ દ્વારા એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ કરતા ટેક્નિકલ સ્ટાફના પગારમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય એરલાઈને કોવિડ-19 મહામારીને કારણે પગારમાં ‘કપાત’ દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે. કંપનીમાં આંતરિક રીતે જારી કરવામાં આવેલા ઈ-મેલમાં આ માહિતી આપવામાં આવી છે. કંપનીના મોટી સંખ્યામાં કર્મચારીઓ રજા પર ઉતરી ગયા હતા ત્યારે ઈન્ડિગો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ઈન્ડિગોના મોટી સંખ્યામાં મેન્ટેનન્સ ટેક્નિકલ કર્મચારીઓ તેમના પગાર વધારા માટે શનિવાર અને રવિવારે હડતાળ પર હતા. તેના એક દિવસ બાદ કંપનીએ પગાર વધારવાનો નિર્ણય કર્યો. અગાઉ 2 જુલાઈએ ઈન્ડિગોની 50 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મોડી પડી હતી. એરલાઇનના કેબિન ક્રૂ કર્મચારીઓએ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ આપી રજા લીધી હતી. તેના પર કંપનીને આ માહિતી મળી, મોટાભાગના લોકો ઇન્ટરવ્યુ આપવા માટે ગયા હતા.
બાદમાં એરલાઈને કર્મચારીઓના હિતમાં નિર્ણય લેતા પગારમાં 8%નો વધારો કર્યો હતો. ઈન્ડિગોએ કોવિડ પહેલા જેટલું ઓવરટાઇમ એલાઉન્સ આપ્યું હતું. એરલાઇન દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો 1 ઓગસ્ટ, 2022થી લાગુ કરવામાં આવશે. આ પહેલા એપ્રિલમાં પાઇલટ્સના પગારમાં 8 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ઈન્ડિગોએ વર્ષ 2020માં કોવિડના કેસ વધવાના કારણે કર્મચારીઓના પગારમાં કાપ મૂક્યો હતો. ઈન્ડિગોના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ એસસી ગુપ્તાએ કહ્યું કે કંપનીએ ટેક્નિકલ સ્ટાફને આ સંબંધિત ઈ-મેલ મોકલ્યો છે.