મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં ઉચ્ચત્તર શિક્ષા વિભાગે 26 જાન્યુઆરીએ પ્રાઈવેટ કોલેજોમાં ગાંધી સ્તંભ મૂકવાનો આદેશ આપ્યો હતો. કોલેજોએ આ વાતનું માન રાખીને ઉતાવળમાં ગાંધી સ્તંભ બનાવડાવ્યા, જોવાની વાત તો એ છે કે, આ પ્રતિમાને જોતા કોઈ ન કહે કે આ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પણ ગાંધીજીની આવી પ્રતિમા જોઈને સ્તબ્ધ રહી ગયા હતા.